ગિલના બીજી ટેસ્ટમાં રમવા અંગે અનિશ્ચિતતા
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન
શુભમન ગિલ ગરદન ઝડકાઈ જવાના કારણે કોલકાતા ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઈનિંગમાં ફક્ત ત્રણ બોલ રમી શક્યો હતો અને તેને મેચના બીજા દિવસે હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. તેને રવિવારે હોસ્પિટલમાંથી રજા તો આપી દેવાઈ હતી પણ તેને આરામની સૂચના આપવામાં આવી હોવાથી તે ભારત માટે બીજી ઈનિંગમાં પણ રમી શક્યો નહોતો.